Video: અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોનો હાઇડ્રોપોનિક્સ ગાંજો ઝડપાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવેલી કડક તપાસમાં મોટી સફળતા મળી છે. બેંગકોકથી ફ્લાઇટ દ્વારા આવેલા એક મહિલા અને પુરુષ સહિત બે મુસાફરોની શંકાસ્પદ હિલચાલના આધારે તેમની ટ્રોલી બેગની તપાસ કરવામાં આવી હતી. બેગના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન તેમાં શંકાસ્પદ ચીજવસ્તુઓ હોવાનું માલૂમ પડ્યું હતું. અધિકારીઓએ ઝીણવટભરી તપાસ કરતા કુલ ચૌદ વેક્યૂમ સીલ પેકેટમાંથી કુલ ૧૩.૦૧૨ કિલોગ્રામ હાઇડ્રોપોનિક્સ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગે NDPS એક્ટ હેઠળ આ કરોડો રૂપિયાનો પ્રતિબંધિત નશીલો જથ્થો જપ્ત કરીને બંને આરોપીઓની અટકાયત કરી છે અને આ ડ્રગ્સ સિન્ડિકેટ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
જાહેરાત








