Video: સુરેન્દ્રનગરના ટુવા વીજ સબસ્ટેશનમાં ભીષણ આગ, કર્મચારીઓમાં મચી દોડધામ

સુરેન્દ્રનગરના ટુવા ગામ ખાતે આવેલા વીજ સબસ્ટેશનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સબસ્ટેશનની અંદર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં જ સબસ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં નાસભાગ મચી હતી અને જીવ બચાવવા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે વીજ સબસ્ટેશનમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આગને કારણે સબસ્ટેશનમાં રાખવામાં આવેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સબસ્ટેશનની અંદર જ આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વિગતો સામે આવી નથી.








