Video: હંસપુરા ઔડાના મકાન પાસે ૩૦ વર્ષીય યુવકની હત્યા

અમદાવાદના નરોડા વિસ્તારમાં હત્યાની વધુ એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં હંસપુરા ઔડાના મકાન પાસે ૩૦ વર્ષીય જતીન નામના યુવકની લાકડીના ફટકા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ૩ થી ૪ જેટલા અજાણ્યા હુમલાખોરોએ ભેગા મળીને આ ઘાતકી ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. બનાવની જાણ થતાં જ નરોડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અંગત અદાવત કે અન્ય કોઈ કારણોસર આ હત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાહેરાત








