Video: નબીરાઓની નશીલી પાર્ટીમાં પોલીસની કામગીરી પર સવાલ

સોર્સ: gstv

રાજકોટમાં સામે આવેલા નબીરાઓની નશીલી પાર્ટીના કેસમાં રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુરેશ ફળદુએ મોટા આક્ષેપ કર્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી માહિતી અનુસાર, જે બેન્કવેટ હોલમાં આ પાર્ટી ચાલી રહી હતી ત્યાં નાર્કોટિક્સ અને હુક્કા સહિતના પ્રતિબંધિત સાધનો મળી આવ્યા હતા. સામાન્ય રીતે આવા ગંભીર કિસ્સાઓમાં હોટલ સીઝ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ આ કેસમાં હોટલ માલિક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહીં, આવા ગુનાઓમાં પોલીસ સામાન્ય રીતે સંડોવાયેલા વાહનો પણ કબ્જે કરતી હોય છે, પરંતુ આ કિસ્સામાં પોલીસે કાર કબજે કરી નથી. આ સંદર્ભે પોલીસનો એવો તર્ક છે કે પાર્ટી બેન્કવેટ હોલની અંદર ચાલતી હતી અને કાર માત્ર પાર્કિંગમાં પડી હતી. પૂર્વ પ્રમુખના આ નિવેદનથી સમગ્ર મામલે પોલીસની નિષ્પક્ષતા સામે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત