Video: જમીન વિવાદ બાબતે તીક્ષ્ણ હથિયારોથી ખૂની જંગ

સોર્સ: gstv

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે જમીન વિવાદની જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે માથાકૂટ ઉગ્ર બનતા તીક્ષ્ણ હથિયારો સાથે લોહિયાળ ઝઘડો થયો હતો. આ ઘાતક મારામારીની ઘટનામાં કુલ ૭ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકને વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે. અચાનક થયેલા આ હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોની જુબાનીના આધારે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત