મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ચોટીલામાં પાણી અને ઘાસચારાની અછતથી માલધારી પરિવારોની હિજરત

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના 15થી વધુ ગામોમાં પીવાના પાણી અને ઘાસચારાની અછત સર્જાતા 200થી વધુ માલધારી પરિવારો હિજરત કરવા મજબૂર બન્યા છે. જસાપર, મોરસલ અને નાનયાણી જેવા ગામોના લોકો પોતાના માલઢોર આઇસરમાં ભરી ખેડા, નડિયાદ અને મહારાષ્ટ્ર તરફ રવાના થઈ રહ્યા છે. નેતાઓ પર વાયદા ભૂલવાનો અને વિસ્તારમાં નર્મદા કે સૌની યોજનાનું નેટવર્ક ન હોવાનો આક્ષેપ કરતા માલધારીઓએ જણાવ્યું કે પાણી વગર ઢોરને મરતા જોવા કરતા હિજરત કરવી યોગ્ય છે. દિવાળીના તહેવારે વતન છોડવા મજબૂર બનેલા આ લોકો માટે સરકારે હજુ દુષ્કાળ જાહેર ન કરતા કોઈ સહાય મળી નથી. હાલ બચેલા માલધારીઓએ તંત્ર પાસે તાત્કાલિક કેટલ કેમ્પ અને પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત