Video: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ વલસાડ સાંસદ ધવલ પટેલના કાર્યાલયની લીધી મુલાકાત, સરકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડવા પર મૂક્યો ભાર

વલસાડની મુલાકાતે રહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ વલસાડ-ડાંગનાસાંસદ ધવલ પટેલના કાર્યાલયની મુલાકાત લીધી...જ્યાં કાર્યાલયના કર્મચારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી અને સરકારી કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચે તે માટે વધુ અગ્રેસર રહેવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરીને સંગઠનની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જાહેરાત






