Video: ગુજરાત ATSની મોટી સફળતા: વડોદરાના 87 કિલો ડ્રગ્સ કેસમાં દાઉદના સાગરિત સલીમ ડોલાની સત્તાવાર કસ્ટડી મેળવી!

સોર્સ: gstv

ગુજરાત ATSને ડ્રગ્સ માફિયાઓ સામેની કાર્યવાહીમાં વધુ એક સફળતા મળી છે. દાઉદના સાગરિત અને ડ્રગ તસ્કર સલીમ ડોલાની કસ્ટડી મેળવવામાં ગુજરાત ATS સફળ રહી છે. આરોપી વર્ષ 2022ના વડોદરાના સિંઘરોટ નાર્કોટિક્સ કેસમાં વોન્ટેડ હતો. આરોપીની આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્કમાં સંડોવણી બદલ પૂછપરછ કરવામાં આવી શકે છે. વર્ષ 2022માં ગુજરાત ATS દ્વારા બાતમીના આધારે વડોદરાના સિંઘરોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન ગેરકાયદે ધમધમતી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. આ રેડમાં સ્થળ પરથી આશરે 87 કિલો 728 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઘણા શખ્સો ઝડપાયા હતા પરંતુ મુખ્ય સૂત્રધાર સલીમ ડોલા પોલીસ પકડથી દૂર હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત