Video: રાજકોટમાં કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બધેલના પ્રહાર

રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજ્યમંત્રી એસપી સિંહ બધેલે પત્રકાર પરિષદ યોજીને એસઆઈઆર મુદ્દે કોંગ્રેસ દ્વારા કરાયેલા તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે SIR ની પ્રક્રિયા માત્ર ડુપ્લીકેટ અને સ્થળાંતરિત થયેલા મતદારોના નામ સુધારવા માટે જ હાથ ધરાઈ છે. બધેલે પ્રહાર કરતા ઉમેર્યું કે ગુજરાત, યુપી અને બંગાળ જેવા રાજ્યોમાં દાયકાઓથી સત્તા બહાર ફેંકાયેલી કોંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ. પોતાની નિષ્ફળતાઓ છુપાવવા કોંગ્રેસ હવે SIR ને દોષ આપી રહી છે, પરંતુ દેશની જનતાએ તેને નકારી કાઢી છે. આ સાથે જ તેમણે દાવો કર્યો કે ભાજપ સરકાર હંમેશા પારદર્શક ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ ધરાવે છે.
જાહેરાત








