Video: સભામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ભારે હોબાળો

સોર્સ: gstv

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામસામે આવી ગયા હતા. આઠ મુદ્દાઓ પર યોજાયેલી ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસના 11 સભ્યોએ કેટલાક ઠરાવો સામે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે બે મુદ્દાઓ પર સહમતિ દર્શાવી હતી. ખાસ કરીને ગૌચરની જમીન સામાજિક વનીકરણ માટે આપવાના અગાઉના ઠરાવને લઈને કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક ઠરાવોનું વાંચન કરવાની માંગ સાથે કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવતાં સભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. બીજી તરફ, નગરપાલિકા પ્રમુખે ગૌચરની જમીનના મુદ્દે કરવામાં આવેલા વિરોધને ખોટો ગણાવ્યો હતો. પ્રમુખના જણાવ્યા અનુસાર, શહેરના વિકાસલક્ષી મુદ્દાઓ પર ભાજપના 25 સભ્યો એકમત રહ્યા હતા અને લોકોની જાણકારી માટે ખુલ્લા દરવાજે મીડિયાની હાજરીમાં સભા યોજાઈ હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત