Video: સુરત: દિવાળી પહેલા આરોગ્ય વિભાગની લાલ આંખ, વિવિધ વિસ્તારોમાં મીઠાઈના નમૂના લઈને વહેલા રિપોર્ટ લાવવા પ્રયાસ

દિવાળીના તહેવારો નજીક આવતા જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે અને શહેરના અલગ-અલગ ઝોન વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરતીઓ દિવાળીના પર્વ દરમિયાન મોટા પ્રમાણમાં મીઠાઈઓ આરોગતા હોય છે, ત્યારે નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા ખાતર આરોગ્ય વિભાગની ટીમે વિવિધ મીઠાઈઓમાંથી સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
જાહેરાત







