થલતેજ પાસે SG હાઇવે પર કારમાં લાગી આગ; વાહનોની લાંબી કતારો લાગતાં ટ્રાફિકજામ

થલતેજ પાસે SG હાઇવે પર કારમાં લાગી આગ; વાહનોની લાંબી કતારો લાગતાં ટ્રાફિકજામ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના વ્યસ્ત એવા એસજી હાઇવે પર ઈસ્કોનથી ગાંધીનગર તરફ જતાં થલતેજ અંડરપાસમાં એક અણબનાવ સામે આવ્યો છે, જ્યાં સ્વિફ્ટ કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કારમાંથી ધુમાડા નીકળતા જ ચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવીને બળીને ખાખ થઈ ગઈ છે.

અઢી કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ

જાહેરાત

કારમાં આગ લાગવાની આ ઘટનાને કારણે એસજી હાઇવે પર ગાંધીનગર તરફ જતો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને પિક અવરમાં જોતજોતામાં અંદાજે અઢી કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને રસ્તા પર અટવાયેલા વાહનોને દૂર કરી ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત