Video: થલતેજમાં મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં આગ લાગતાં અફરાતફરી, કેટલાકે જીવ બચાવવા લગાવી છલાંગ

સોર્સ: gstv

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસ એટલે કે મેગ્નેટ ફ્લોરાના બીજા માળે સોમવારે રાત્રે અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગને કારણે સમગ્ર ફ્લોર પર ધુમાડો ફેલાતાં કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. જીવ બચાવવા બે કર્મચારીઓએ બારીમાંથી નીચે છલાંગ લગાવી હતી, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. બીજી તરફ બિલ્ડિંગમાં ફસાયેલા ત્રણ લોકોને ફાયર વિભાગે સીડીની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે, જોકે આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત