દિવાળી પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સહિત 61 વિદેશી નાગરિકોની અટકાયત

દિવાળી પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સહિત 61 વિદેશી નાગરિકોની અટકાયત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરની સુરક્ષા વધુ સઘન બનાવવાના હેતુથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા કુલ 61 વિદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે બાંગ્લાદેશના વતનીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં સઘન બાતમી અને ગુપ્ત માહિતી એકત્રિત કરીને પોલીસ દ્વારા દરોડા પાડીને આ વિશેષ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. શહેરમાં ગેરકાયદે રીતે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ માટે ચેકિંગ અને તેમની સામેની કાયદેસરની કાર્યવાહી આગામી દિવસોમાં પણ અવિરત ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત