Video: દિવાળીએ કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર ફેરવ્યું પાણી, કપાસ સહિતના પાકને નુકસાન

સોર્સ: gstv

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખેડૂતો માટે દિવાળીના તહેવાર વચ્ચે કમોસમી વરસાદ આફત બનીને આવ્યો છે. પહેલેથી જ વરસાદની અછતના કારણે પાકનો વિકાસ રૂંધાયો હતો, ત્યારે હવે કાપણીના સમયે પડેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ખાસ કરીને મગફળીના પાકમાં મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે વરસાદી પાણીથી મગફળીનો પાલો કાળો પડવાની અને દાણા બગડવાની આશંકા છે. આ ઉપરાંત કપાસ અને તુવેરના પાકને પણ નુકસાન પહોંચ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત