Video: સોમનાથમાં દરગાહ તોડી પાડવા મામલે હાઈકોર્ટમાં અરજી

સોર્સ: gstv

અરજદારોએ આક્ષેપ કર્યો છે કે જમીન સંપાદનની કાયદેસર પ્રક્રિયા વિના જ આ જમીન સોંપી દેવામાં આવી છે. સંયુક્ત ટ્રસ્ટના ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લીધા વગર અને માત્ર એક જ મુતવલ્લીની સહીના આધારે વકફ બોર્ડે તપાસ વિના ચાર આદેશો પસાર કરીને NOC આપી દીધી હતી. વધુમાં, દરગાહ સાથે 500 વર્ષ જૂનો ફારસી શિલાલેખ પણ તોડવામાં આવ્યો છે. રક્ષિત સ્મારકને નુકસાન પહોંચાડવા બદલ પુરાતત્ત્વ વિભાગે કલેક્ટરને નોટિસ આપી છે. અરજદારે બંધારણની કલમ 25 હેઠળ ધાર્મિક અધિકારોના ભંગનો આરોપ લગાવી સ્ટે માંગ્યો છે, જ્યારે સરકારે હાઈકોર્ટના બદલે વકફ ટ્રિબ્યુનલમાં જવા દલીલ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત