Video: દિવાળીના તહેવાર દરમિયાન એએમસીના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી

દિવાળીના તહેવાર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને મોટી સફળતા મળી છે. કાલુપુર જૂના ઓક્ટ્રોય નાકા વિસ્તારમાં આવેલી એચ.એમ. વરખવાલા નામની દુકાનમાંથી ખાદ્ય ઉપયોગ માટે અયોગ્ય વરખનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ દુકાનમાંથી મીઠાઈના વેપારીઓને વરખનો સપ્લાય કરવામાં આવતો હતો. નરોડામાં પેટ્રોલિંગ દરમિયાન બિસ્કિટની લારીમાંથી અખાદ્ય વરખ મળી આવ્યા બાદ એએમસીએ ડમી ગ્રાહક મોકલી મુખ્ય ફૂડ અધિકારીની હાજરીમાં દરોડો પાડતાં 170થી વધુ પેકેટ અખાદ્ય વરખ મળી આવ્યા હતા. એએમસી દ્વારા દુકાન સીલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે વેપારીનો દાવો છે કે વરખનો ઉપયોગ માત્ર ડેકોરેશન માટે થાય છે અને ખરીદી બાદ તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની તેમને જાણ નથી.
જાહેરાત








