Video: ઈડર-હિંમતનગર હાઇવે પર ઇકો અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત

સાબરકાંઠાના ઈડર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ઝાડ સાથે અથડાઈને ઝાડની વચ્ચે ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કાર અને એક્ટિવા પર સવાર ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમાં કેટલાકને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં 112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.








