Video: સુરત સિવિલ હોસ્પિટલમાંથી પાણીની પરબના નળની ચોરીથી સનસનાટી

સુરત સિવિલ હોસ્પિટલ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને કાળો છાંટકો લગાવતી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં તસ્કરો હોસ્પિટલના કેમ્પસમાં આવેલી નવી પાણીની પરબમાંથી મોંઘા નળની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં ત્રાટકીને પાણીના પરબ પર બેસાડેલા નવા નળ ચોરી લીધા હતા. આ ઘટના બાદ હોસ્પિટલની સિક્યુરિટી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને સુરક્ષાના નામે કરોડો રૂપિયાનો તોતિંગ ખર્ચ સિક્યુરિટી એજન્સીઓ પાછળ કરવામાં આવે છે, તેમ છતાં તસ્કરો ખુલ્લેઆમ ચોરીને અંજામ આપીને રફુચક્કર થઈ જાય છે. તંત્રના લાખો રૂપિયાના સિક્યુરિટી ખર્ચ વચ્ચે આ પ્રકારે હોસ્પિટલમાંથી જ નળ ચોરાઈ જવાની ઘટનાથી હોસ્પિટલ પ્રશાસનની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જાહેરાત








