Video: વડોદરામાં ભાજપના કોર્પોરેટર અને કોર્પોરેશનના અધિકારી વચ્ચે વિકાસકામોના મુદ્દે બોલાચાલી બાદ મારામારી

સોર્સ: gstv

વડોદરામાં ભાજપના કોર્પોરેટર અને VMCના અધિકારી વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થયો છે... વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર મયુર ચોવટિયા અને પાણી પુરવઠા વિભાગના અધિકારી પ્રકાશ વચ્ચે ખોડિયારનગરના રામદેવનગર પાસે ઉગ્ર બોલાચાલી થઈ હતી... સ્થાનિક વિકાસકામો અને વિસ્તારના પ્રશ્નોને લઈને શરૂ થયેલી બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે... સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં બંને વચ્ચે થયેલી ઝપાઝપીના દૃશ્યો જોવા મળી રહ્યા છે... કોર્પોરેટર દ્વારા અધિકારીને માર મારવામાં આવ્યો હોવાની ચર્ચા વચ્ચે સમગ્ર મામલો બાપોદ પોલીસ મથકે પહોંચ્યો છે...

આ સમાચાર શેર કરો

જાહેરાત