Video: જંબુસરમાં ભાજપનો યુવા સંવાદ કાર્યક્રમ

જંબુસરમાં ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં રાષ્ટ્રીય, સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જંબુસર-આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ કોંગ્રેસ અને વિપક્ષના ‘વોટ ચોર’ના નારા સામે કટાક્ષ કરતાં વિપક્ષ પર લોકોને ભ્રમિત કરવાનો આક્ષેપ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશભાઈ લાડે પણ મતદાર યાદી સંબંધિત કામગીરીનો બચાવ કરી કોંગ્રેસ પર ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા જનકભાઈ શાહે ભાજપના સંગઠન અને કાર્યકર્તાઓની ભૂમિકા અંગે વાત કરી હતી. આ દરમિયાન યુવાનોની રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા, લોકશાહી પ્રક્રિયા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મતદાર યાદી સુધારણા જેવા મુદ્દાઓ પર વિચારવિમર્શ થયો હતો. ભાજપના આગેવાનોએ યુવાનોને રાષ્ટ્રહિત અને સામાજિક જવાબદારી સાથે દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.







