Video: અમિત શાહ લેશે ગુજરાતની મુલાકાત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત લેશે.. આગામી 7 નવેમ્બરે મોડી રાત્રે તેઓ અમદાવાદ આવી રહ્યા છે.અમિત શાહ પોતાના પરિવાર સાથે દિવાળીનો પર્વ ઉજવશે. ત્યારબાદ 9 નવેમ્બરે શનિવારના રોજ તેઓ વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે.જેમાં એસ.જી. હાઈવે પરના એલિવેટેડ બ્રિજ સહિત 4 જેટલા વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.. આ પ્રસંગે જાહેર સભા યોજવાનું પણ આયોજન ચાલી રહ્યું છે. આ ઉપરાંત, બેસતા વર્ષના શુભ દિવસે અમિત શાહ પોતાના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન પણ કરશે.
જાહેરાત








