Video: અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલી ઓરચીડ એક્ઝોટીકા સોસાયટીમાં પડોશીઓ બન્યા વેપારી અને ગ્રાહક

સોર્સ: gstv

છેલ્લા પાંચ વર્ષથી યોજાતા આ આયોજનમાં રહીશો દ્વારા ખાણીપીણી, જ્વેલરી, કપડાં અને હોમ ડેકોરેશનના અંદાજે ૨૦ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ઘરની ચાર દીવાલોમાં રહેલી કળા અને પ્રતિભાને અહીં એક સુંદર મંચ મળ્યો છે, જ્યાં અલગ-અલગ કોમ્યુનિટીના લોકો ખરીદીનો આનંદ માણી રહ્યા છે. આ ફક્ત વેપાર નથી પરંતુ પડોશીઓની મહેનતને પ્રોત્સાહન આપવાનો અને સંબંધોને ગાઢ બનાવવાનો સેતુ છે. ફ્લેટના રહીશોએ ઉત્સાહભેર ખરીદી કરી સામાજિક એકતા, આત્મીયતા અને સહકારનો અદ્ભુત પ્રકાશ ફેલાવ્યો છે, જે સમગ્ર સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત