Video: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કળદા પ્રથા મુદ્દે આપ અને સત્તાધીશો આમનેસામને, રાજકારણ ગરમાયું

આપના નેતાએ આક્ષેપ કર્યો છે કે મરચાં અને કપાસના વજનમાં નિયમ વિરુદ્ધ કપાત કરી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, જે ૧૯૬૩ના એપીએમસી એક્ટની કલમ ૩૫ વિરુદ્ધ છે. વિરોધ કરનાર ખેડૂતોને ધમકાવવામાં આવતા હોવાનો પણ દાવો કરાયો છે. બીજી તરફ, આ તમામ આક્ષેપોને ફગાવતા યાર્ડના ચેરમેને આપના નેતાઓને વરસાદી જીવડાં ગણાવીને લોકશાહી ઢબે ચૂંટણી લડી લેવા ખુલ્લો પડકાર ફેંક્યો છે. સત્તાધીશોએ બચાવ કરતા જણાવ્યું કે ગોંડલ યાર્ડમાં ખેડૂતોને અન્ય જગ્યાઓ કરતા ઊંચા ભાવ મળે છે અને ટૂંક સમયમાં ચાર દેશોના પ્રતિનિધિઓ મુલાકાતે આવવાના છે ત્યારે રાજકારણ રમીને હરાજીની વ્યવસ્થા ન બગાડવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જાહેરાત






