મુખ્ય સામગ્રી પર જાઓ

વડાપ્રધાન મોદીનો બનાસકાંઠામાં રોડ શો, 14 હજાર કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહર્ત કરશે

વડાપ્રધાન મોદીનો બનાસકાંઠામાં રોડ શો, 14 હજાર કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહર્ત કરશે
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (30મી ઓક્ટોબર) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ આજે બનાસકાંઠાના ભીલડી ખાતે 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનો શિલાન્યાસ-લોકાર્પણ કરશે. જ્યારે 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવાના છે.

ભીલડીમાં વડાપ્રધાન મોદીનો રોડ શૉ

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ માટે આજે બનાસકાંઠા આવી પહોચ્યાં છે. અહીં જાહેર સભાને પણ સંબોધશે અને 14000 કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ-ખાતમુહૂર્ત પણ કરશે.

ભીલડીમાં જનસભા, અમદાવાદ મેટ્રોના બે ફેઝનો શિલાન્યાસ

બનાસકાંઠાના ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. 127 એકરમાં પથરાયેલ આ કેન્દ્ર સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. ગૌવંશ સંવર્ધન, જેનિટિક અપ્રગ્રેડેશન અને અદ્યતન રીપ્રોડક્ટિવ ટેકનોલોજીને મજબૂત બનાવશે, જેનાથી ઓલાદ સુધારણા 10થી 20 ગણી ઝડપી બનશે. કાંકરેજ ગાયની ઓલાદ માટે સમર્પિત આ પ્રકારની દેશની આ પહેલી સુવિધા હશે.

થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે બાયો-સીએનજી પ્લાન્ટનો શિલાન્યાસ કરશે, જેની ગાયના છાણ પ્રોસેસિંગની ક્ષમતા અનુક્રમે પ્રતિદિન 75 મેટ્રિક ટન અને પ્રતિદિન 100 મેટ્રિક ટન છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2એ (એરપોર્ટ એક્સટેન્શન) અને ફેઝ-2બી (ગિફ્ટ સિટી એક્સટેન્શન)નો શિલાન્યાસ કરશે. જેમાં ફેઝ-2એ કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી 5 સ્ટેશનોને આવરી લેતી 6 કિ.મી.થી વધુની લંબાઈ ધરાવશે, જ્યારે ફેઝ-2બી ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3 સ્ટેશનોને આવરી લેતી 3.3 કિ.મી.થી વધુની લંબાઈ ધરાવશે.

ડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરના રોજ સાંજે કેવડિયા પહોંચી જશે અને 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ 'નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા' દ્વારા આયોજિત 'નક્સલ મુક્ત ભારત' પરનું એક વિશેષ નાટ્ય પ્રદર્શન હશે, જેમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત 126 જિલ્લાના આશરે 2000 કલાકારો ભાગ લેશે.

સાંજે PM મોદી એકતાનગરની મુલાકાતે જશે

હેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેનને લીલીઝંડી બતાવશે

આ સમાચાર શેર કરો