Video: ફટાકડાનાં એકમોમાં ફાયર વિભાગનું ચેકિંગ

સોર્સ: gstv

તહેવારોની મોસમ નજીક આવતાંની સાથે જ અમદાવાદ શહેરમાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણને લઈને ફાયર વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા (એડવાઇઝરી)ના પાલન અંગે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા શહેરના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા ફટાકડાના એકમોમાં આકસ્મિક તપાસ (ચેકિંગ) હાથ ધરવામાં આવી હતી. આ તપાસ ઝુંબેશ દરમિયાન નિયમોનું યોગ્ય પાલન નહીં કરતા

 ૩૫ જેટલા એકમોને એડવાઇઝરી નોટિસ ફટકારવામાં આવી છે.. વાત કરીએ તોનિયમો ની વાત કરીએ તો 

જાહેરાત

​ફાયર વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઘણા વેપારીઓ દ્વારા સુરક્ષાના પ્રાથમિક નિયમોની મેં ક્યાંક ને કયાંક યોગ્ય પાલન થતું ન હતું 

. કયા નિયમો છે 

​ઇમરજન્સી એક્ઝિટ: કટોકટીના સમયે બહાર નીકળવાના માર્ગ ખુલ્લો રાખવો 

​અગ્નિશામક સાધનો: ફાયર એક્સ્ટિગ્વિશર યોગ્ય રીતે રિચાર્જ ન થયેલા અને કર્મચારીઓને તેનો ઉપયોગ કરવાનો ખ્યાલ હોવું જોઈએ 

​એસેમ્બલી પોઇન્ટ: કોઈ પણ દુર્ઘટના સમયે એકત્રિત થવાના સુરક્ષિત સ્થળ 

​જ્વલનશીલ સામગ્રી: દુકાનો અને ગોડાઉનમાં કાપડ, પ્લાસ્ટિક, લાકડું અને પૂઠા જેવી ઝડપથી આગ પકડી લે તેવી વસ્તુઓનો બિનજરૂરી અને વધુ પડતો ઉપયોગ ટાળો હોય છે

​અધિકારીનું નિવેદન

​આ તપાસ અંગે માહિતી આપતાં ઉત્તર પશ્ચિમ ઝોનના ફાયર અધિકારી સ્વસ્તિક જાડેજાએ જણાવ્યું હતું કે, "ફાયર સેફ્ટીની તપાસ દરમિયાન વિવિધ એકમોમાં સુરક્ષાના નિયમોનું વત્તા-ઓછા અંશે ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. જેને ધ્યાન પર રાખીને હાલમાં ૩૫ એકમોને એડવાઇઝરી નોટિસ આપવામાં આવી છે અને તમામ ખામીઓમાં  સુધારો કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. જો આ નોટિસ બાદ પણ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે."

આ સમાચાર શેર કરો

જાહેરાત