Video: સામાન્ય મજાક-મસ્તીમાં મિત્રોએ જ લીધા બે કિશોરોના જીવ

સોર્સ: gstv

સુરતના અઠવા વિસ્તાર હેઠળ આવતા નાનપુરા ખાતે મોડી રાત્રે મિત્રો વચ્ચે ઓનલાઈન ગેમિંગ બાબતે ચાલી રહેલી મજાક-મસ્તી અચાનક ગાળાગાળી અને ઉગ્ર તકરારમાં પરિણમી હતી. આવેશમાં આવી ગયેલા સગીર મિત્રો વચ્ચે થયેલી મારામારી એટલી હદે વધી ગઈ કે આરોપીઓએ તીક્ષ્ણ ચપ્પુ કાઢીને બે સગીર મિત્રો પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આ ઘાતકી હુમલામાં ૧૭ વર્ષીય ફૈઝાન સાબિર શેખ અને ૧૭ વર્ષીય અજમલ અશફાક શેખ ગંભીર રીતે લોહીલુહાણ થઈને ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોતને ભેટ્યા હતા. મિત્રતાને શર્મસાર કરતી આ ડબલ મર્ડરની ઘટનાને પગલે સુરત પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત