Video: ચાકલીયામાં અંગ્રેજોના સમયની ઐતિહાસિક પોલીસ ચોકીનું નવીનીકરણ કરી ફરી લોકાર્પણ કરવામાં આવ્યું

સોર્સ: gstv

દાહોદના ચાકલીયા ખાતે અંગ્રેજોના શાસનકાળની ઐતિહાસિક અને લાંબા સમયથી બંધ પડેલી પોલીસ ચોકી ફરી કાર્યરત કરવામાં આવી છે. નવીનીકૃત હેરિટેજ પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પોલીસ ચોકીને ‘ઘૂઘરદેવ મહાદેવ પોલીસ ચોકી ચાકલીયા’ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલી આ પોલીસ ચોકી ફરી શરૂ થતાં આસપાસનાં 53 ગામોને સુરક્ષાનું કવચ મળશે. સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનવાની સાથે અસામાજિક તત્ત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર પોલીસ બાજ નજર રાખશે. ઐતિહાસિક વારસાને જાળવીને પોલીસ ચોકીને ફરી કાર્યરત કરવાના આ પ્રયાસને સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત