Video: વડોદરાના હરણી વિસ્તારમાં તસ્કરોનો આતંક

સોર્સ: gstv

વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ બંધ મકાનોને નિશાન બનાવવાની ઘટનાઓ યથાવત્ રહી છે. શહેરમાં આવેલા હરણી વિસ્તારની 'ડ્રીમ એલીગન્સ' સોસાયટીમાં રહેતો પરિવાર દિવાળીની ખરીદી માટે બહાર ગયો હતો.. મકાન બંધ હોવાની આ તકનો લાભ લઈને તસ્કરોએ મુખ્ય દરવાજાની જાળી અને નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાં રહેલા કબાટ અને તિજોરીમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર જ્યારે પરત ફર્યો ત્યારે દરવાજો તૂટેલો અને સામાન વેરવિખેર હાલતમાં જોઈને ચોંકી ગયો હતો, તપાસ કરતા દાગીના અને રોકડ ગાયબ હોવાનું જણાઈ આવતા સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત