Video: ભાવનગરમાં દિવાળી ટાણે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા DYSP સિંઘલની આગેવાની હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસે શહેરના ઘોઘાગેટ, એમ.જી. રોડ, સંધિયાવાડ અને કુંભારવાડા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિશાળ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતુ... નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે અલગ-અલગ ટીમો સક્રિય કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ નિયમાનુસાર જ ફટાકડા ફોડવા અંગે પોલીસ દ્વારા પ્રજાજનોને ખાસ અપીલ પણ કરવામાં આવી છે.
જાહેરાત






