Video: ધોરાજી અને ઉપલેટામાં રાજકોટ ગ્રામ્ય SOGના દરોડા, 13.6 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા!

સોર્સ: gstv

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે SOGએ લાલ આંખ કરીને ધોરાજી અને ઉપલેટામાં સફળ દરોડા પાડી 13 કિલો 600 ગ્રામ ગાંજા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. SOGની ટીમે ધોરાજીના સરદાર ચોક પાસેથી 9 કિલો 80 ગ્રામ અને ઉપલેટામાંથી 3 કિલો 8 00 ગ્રામ ગાંજો મળીને કુલ રૂપિયા 6 લાખ 80 હજારનોમુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ ઓડિશાના બાલાસોર જિલ્લામાંથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવીને સ્થાનિક વિસ્તારોમાં વેચતા હતા. આ રેકેટમાં સંકળાયેલા ઓડિશાના મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યા છે.. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત