Video: રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ રાજ્યના મોટાભાગના જળાશયોની સ્થિતિ નબળી

અલનીનોની અસરથી ચોમાસું નબળું રહેતાં ચાર જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવાની સ્થિતિ ઊભી થઈ છે. જોકે, સરદાર સરોવર ડેમમાં પૂરતો જળસંગ્રહ હોવો રાજ્ય માટે રાહતના સમાચાર છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં રાજ્યના 151 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો, જે આ વર્ષે ઘટીને માત્ર 35 જળાશયો રહ્યા છે. બીજી તરફ, ગત વર્ષે 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો ધરાવતા જળાશયોની સંખ્યા 30 હતી, જે આ વર્ષે વધીને 147 થઈ છે. આમ, એક જ વર્ષમાં જળાશયોની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ આંકડા રાજ્યમાં જળસંગ્રહની સ્થિતિ અંગે ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. વર્ષ 2025માં સારા વરસાદને પગલે સપ્ટેમ્બર મહિનામાં આજવા સરોવરની સપાટી 212 પોઈન્ટ 95 ફૂટે પહોંચી હતી અને પાણીની આવક વધતાં સરોવરના તમામ 62 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જ્યારે આ વર્ષે ઓછા વરસાદને કારણે એક પણ વખત આજવા સરોવરની સપાટી ભયજનક સ્તરે પહોંચી નથી.








