Video: ગાંધીનગરમાં દિવાળી પહેલા ૧૦૧ નવી બસોનું લોકાર્પણ

સોર્સ: gstv

ગાંધીનગરમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે ૧૦૧ નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં નવી બસની પૂજા કરવાથી માંડીને રિબિન કાપવાનું અને લીલીઝંડી બતાવવાનું કામ બસ સાથે સતત જોડાયેલા રહેલા ડ્રાઈવર કંડકટરો દ્વારા કરાયુ હતુ...નાયબ મુખ્ય પ્રધાને તેઓની વચ્ચે ઉપસ્થિત રહ્યા અને બસના લોકાર્પણ વિધિ બસ કંડકટરર્સ સહિતના સ્ટાફના હાથે કરાવવામાં આવતા તેઓના ચહેરા પર અનોખી રોનક જોવા મળી.આ નવી બસો શરૂ થવાથી પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા વધુ મજબૂત બનશે અને તહેવારોની સિઝનમાં મુસાફરી કરતા નાગરિકોને મોટી રાહત મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત