Video: માળીયા હાટીના : સરપંચની ચૂંટણીમાં અનામત બેઠકોની ફાળવણીના પરિપત્ર પર રાજકીય ગરમાવો

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સરપંચની ચૂંટણીમાં બક્ષીપંચ, એસસી, એસટી અને ઓપન કેટેગરીની અનામત બેઠકોની ફાળવણીના સરકારી પરિપત્ર સામે ભારે વિરોધનો વંટાળ ઊઠ્યો છે.ભાજપના જ જૂનાગઢ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા પોતાની જ સરકારના પરિપત્ર સામે મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.સત્તાધારી પક્ષના નેતાને જ રજૂઆત કરવાની ફરજ પડતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.બેઠકોની ફાળવણીના મુદ્દે ઊભા થયેલા આ વિવાદ બાદ હવે વહીવટી તંત્ર અને સરકાર શું આખરી નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
જાહેરાત






