દિલ્હી કૂચમાં ગેરહાજર રહેનારા ગુજરાત કોંગ્રેસના 45થી વધુ હોદ્દેદારો સસ્પેન્ડ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 1 નવેમ્બરના રોજ યોજેલી દિલ્હી કૂચમાં ગેરહાજર રહેનારા ગુજરાત યુવા કોંગ્રેસના હોદેદારો સામે સંગઠનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. કૂચમાં કોઈ યોગ્ય કારણ આપ્યા વગર ગેરહાજર રહેનારા રાજ્યના 45થી વધુ કોંગ્રેસના હોદેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
45થી વધુ હોદ્દેદારો સસ્પેન્ડ
રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાયેલી આ કૂચમાં ગુજરાત યુવા કોંગ્રેસના હોદેદારોને પણ હાજર રહેવાનું હતું. જોકે, કેટલાક હોદેદારો ગેરહાજર રહેતાં સંગઠન દ્વારા તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગેરહાજરી અંગે યોગ્ય કારણ રજૂ ન કરનારા 45થી વધુ હોદેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી ગુજરાત કોંગ્રેસના યુવા સંગઠનમાં ચર્ચા શરૂ થઈ છે.
જાહેરાત




