ગાંધીનગર મેયર પદ માટે બંધ કવરમાંથી કોનું નામ નીકળશે? , ઠાકોર-ચૌધરી સમાજના નામ ચર્ચામાં

ગાંધીનગર મેયર પદ માટે બંધ કવરમાંથી કોનું નામ નીકળશે? , ઠાકોર-ચૌધરી સમાજના નામ ચર્ચામાં
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગાંધીનગર મનપામાં ભાજપે જીત મેળવ્યા બાદ હવે મેયર કોણ બનશે તે મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે. ચૂંટણી પરિણામોના 3 સપ્તાહ બાદ આજે પ્રથમ સામાન્ય સભા મળવાની છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્ત્વના હોદ્દાઓ માટે પસંદગી થવાની છે. જેને લઈ ઉમેદવારોના નામ મામલે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે.

મેયર પદ માટે ઠાકોર-ચૌધરી સમાજના નામ ચર્ચામાં

જાહેરાત

આ વખતે મેયર પદ OBC વર્ગ માટે અનામત હોવાથી ભાજપમાં સામાજિક સમીકરણોને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઠાકોર અને ચૌધરી સમાજના કાઉન્સિલરોના નામ ચર્ચામાં છે. વિષ્ણુજી ઠાકોરના અનુભવી નેતૃત્વ અને રૂપસિંહ ઠાકોરના યુવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવી શકે છે. બીજી તરફ મહેશ ચૌધરી અથવા કનૈયાલાલ દેસાઈના નામ પણ રેસમાં છે.

સામાન્ય કાર્યકરને મેયર બનાવી આપી શકે છે સરપ્રાઇઝ

ભાજપમાં ઘણીવાર નવા અને સામાન્ય કાર્યકરોને મોટી જવાબદારી સોંપી આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવે છે. આ જ ફોર્મ્યુલા હેઠળ જો નિર્ણય લેવામાં આવે તો સામાન્ય કાર્યકરોને સત્તાના હોદ્દા સુધી પહોંચાડવાના સંદેશ સાથે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નવા સમીકરણો પણ સાધવામાં આવી શકે છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર પાટીદાર ચહેરાની શક્યતા

મેયર પદની સાથે મનપાની સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ ચર્ચાઓ તેજ બની છે. આ પદ માટે પાટીદાર સમાજના પ્રતિનિધિને મળી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ભાજપના જીતેલા 38 કાઉન્સિલરોમાંથી

આ સમાચાર શેર કરો

જાહેરાત