Video: ગાંધીનગર ભાજપ કાર્યાલયે મોરચાઓની મેરેથોન બેઠક શરૂ: કોંગ્રેસની રણનીતિને નાથવા ભાજપે ઘડી ખાસ સ્ટ્રેટજી

ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે તમામ મોરચાની વન-ટુ-વન બેઠકોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રભારી તરુણ ચુઘ અને મહામંત્રી રત્નાકરજીની વિશેષ અધ્યક્ષતામાં આ બેઠકો યોજાઈ રહી છે. જેમાં તમામ મોરચાના પ્રભારીઓ અને પ્રમુખો સાથે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી દ્વારા યુવાઓ, ખેડૂતો અને મહિલાઓને ભડકાવવાના પ્રયાસો સામે ભાજપ દ્વારા કેવા પ્રકારે આક્રમક રણનીતિ અપનાવવી તે અંગે આ બેઠકમાં વિશેષ મંથન ચાલી રહ્યું છે. આગામી સમયની રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નેતાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.







