મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad / હવે રવિવારે પણ ખુલ્લા રહેશે સાત આધાર કેન્દ્રો, AMCનો વેપારીઓ અને નોકરીયાતો માટે મોટો નિર્ણય

Ahmedabad / હવે રવિવારે પણ ખુલ્લા રહેશે સાત આધાર કેન્દ્રો, AMCનો વેપારીઓ અને નોકરીયાતો માટે મોટો નિર્ણય
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા કાર્યદિવસોમાં આધાર સંબંધિત કામગીરી માટે સમય ફાળવી ન શકતા નાગરિકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે રવિવારે પણ સાત આધાર સેવા કેન્દ્રો કાર્યરત રહેશે.

નોકરીયાત-વેપારી-વિદ્યાર્થી વર્ગની સરળતા માટે કોર્પોરેશન દ્વારા લેવાયેલો નિર્ણય

અમદાવાદ શહેરના મધ્ય, ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક-એક મળી કુલ સાત આધાર સેવા કેન્દ્રો દર રવિવારે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ કેન્દ્રો પર નાગરિકો આધાર સંબંધિત ઉપલબ્ધ સેવાઓનો લાભ લઈ શકશે.

વિવિધ ઝોનમાં કાર્યરત આધાર સેવા કેન્દ્રો

મધ્ય: ગિરધરનગર વોર્ડ ઓફિસ, રચના સ્કૂલ પાસે, સિવિલ હોસ્પિટલની સામે, શાહીબાગ.
ઉત્તર: રાજીવ ગાંધી ભવન, મેમ્કો ચાર રસ્તા પાસે, નરોડા રોડ, મેમ્કો.
પૂર્વ: અમરાઈવાડી સબ ઝોનલ ઓફિસ, નેશનલ હેન્ડલૂમની બાજુમાં, સ્વસ્તિક ચાર રસ્તા, અમરાઈવાડી.
દક્ષિણ: કોન્ફરન્સ રૂમ, પ્રથમ માળ, મણિનગર ઝોનલ ઓફિસ, ફાયર સ્ટેશન સામે, રામબાગ, મણિનગર.
પશ્ચિમ: રૂમ નં.415, ચોથો માળ, મલ્ટી-લેવલ પા કગ, નવરંગપુરા બસ સ્ટેશનની બાજુમાં, નવરંગપુરા.
ઉત્તર પશ્ચિમ: સ્વ. બંસીભાઈ પ્રાણલાલ પટેલ બોડકદેવ સબ ઝોનલ ઓફિસ, ગુરુદ્વારા ચાર રસ્તા પાસે, બોડકદેવ.
દક્ષિણ પશ્ચિમ: મકતમપુરા સબ ઝોનલ ઓફિસ, APMC માર્કેટની બાજુમાં, વિશાલા ચાર રસ્તા પાસે, સરખેજ રોડ, મકતમપુરા.

આ સમાચાર શેર કરો