મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં દિવાળીની મીઠાઈઓનું ચેકિંગ

સોર્સ: gstv

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરી છે. તહેવાર દરમિયાન મીઠાઈ અને ફરસાણની માંગ વધતી હોવાથી વેપારીઓ અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ન કરે તે માટે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જોધપુર વિસ્તારમાં આવેલી જયશ્રી પેડાની દુકાનમાં પણ તપાસ હાથ ધરાઈ હતી. બીજી તરફ, જજીસ બંગલા વિસ્તારમાં ફૂડ વિભાગે ભાવનગરી સ્વીટ માર્ટ ખાતે ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન કોટેડ બદામમાં જીવાત મળી આવી હતી અને તેની એક્સપાયરી ડેટ પૂર્ણ થવામાં માત્ર બે દિવસ બાકી હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહીથી તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્યને લઈને સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો