મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરાના માંજલપુર વિસ્તારમાં મારામારીનો વીડિયો વાયરલ થતાં મચી ચકચાર

સોર્સ: gstv

વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારો મારામારીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં હુમલો કરનાર શખ્સ ઉમેશ પાટીલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ચર્ચા છે કે અગાઉ પણ ત્રણ મહિના પહેલાં તેનો આવો જ એક વીડિયો વાયરલ થયો હતો અને તે અગાઉ દારૂના વેચાણ સાથે સંકળાયેલો હોવાના ગંભીર આક્ષેપો પણ છે. આ શખ્સ સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીદાર અને સરકારી પંચ હોવાની ચર્ચા વચ્ચે, વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા છતાં પોલીસ કોઈ કડક પગલાં કેમ નથી લેતી તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ પાસા કે તડીપાર જેવી સખત કાર્યવાહી કરે છે કે નહીં.

આ સમાચાર શેર કરો