Video: સુરતની લાજપોર જેલમાં બંધ કાચા કામના કેદીનું સારવાર દરમિયાન મોત

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ ૩૨ વર્ષીય કાચા કામના કેદી જયેશ બાબુ હળપતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જેલમાં અચાનક ગભરામણ, પરસેવો અને ઉલ્ટી થવાની તકલીફ થતાં તેની તબિયત લથડી હતી, જેને પગલે જેલ પ્રશાસન દ્વારા તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલના એમઆઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ સઘન સારવાર બાદ સાંજે તેને મૃત જાહેર કર્યો હતો. આ અચાનક બનેલી ઘટના અંગે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સચીન પોલીસ મથકે એમ.એલ.સી. નોંધ કરાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.







