Video: જલાલપુરમાં PGVCLની કામગીરી સામે સવાલો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પીજીવીસીએલની કચેરીની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જલાલપુર ગામના શૈલેષભાઈ કેશુભાઈ ડોડીયા અને ગોબરભાઈ કાળાભાઈ સોલંકીને મીટર લગાવ્યા વિના જ આઠસો અઢાર રૂપિયાનાં વીજ બિલ મળ્યાં હોવાનો મામલો સામે આવ્યો છે. બંને ગ્રાહકોએ ઘરવપરાશ માટે નવા વીજ જોડાણની અરજી કરી હતી. વીજ પોલ ઊભો કરવામાં આવ્યો છે, પરંતુ કેબલ નાખવામાં આવી નથી કે મીટર પણ લગાવવામાં આવ્યું નથી, છતાં બિલ આવી જતાં ગ્રાહકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. આ મામલે ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સમગ્ર ઘટનાને પગલે બોટાદ જિલ્લા સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયરે તપાસના આદેશ આપ્યા છે.








