Video: વડનગરમાં તબીબને એઆઈ પોસ્ટ મોકલી માંગવામાં આવી ખંડણી

મહેસાણાના વડનગરમાં આવેલા ભાવના હોસ્પિટલના તબીબ ડોક્ટર રણછોડભાઈ ઓઝાને એઆઈ જનરેટેડ પોસ્ટ મોકલી બદનામ કરવાની ધમકી આપી રૂ. 10 લાખની ખંડણી માંગવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઠાકોર નાગજી નામના શખ્સ સહિતના અજાણ્યા શખ્સોએ ગુનાહિત કાવતરું રચીને ડોક્ટરના મોબાઈલ પર એઆઈ પોસ્ટ મોકલી "તમે ઈજ્જતદાર માણસ છો, પતાવટ કરી લો" કહીને સમાચાર આપી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તમામ માણસો પોતાની સાથે હોવાનો દાવો કરી રૂબરૂ મળીને સમાધાન કરવા માટે પણ ભારે દબાણ કરવામાં આવ્યું હતું. આખરે તબીબની ફરિયાદના આધારે વડનગર પોલીસે ખંડણી અને ધમકીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








