મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભરૂચ: શેરપુરાના રહીશોએ NH-64 મુદ્દે પાઠવ્યું આવેદનપત્ર

સોર્સ: gstv

ભરૂચના શેરપુરા ગામ નજીકથી પસાર થતા NH-64 ના બાંધકામને લઈને સ્થાનિક રહીશોએ વિવિધ જાહેર હિતના પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ગ્રામજનોએ શાળાએ જતા બાળકો અને સ્થાનિકોની સુરક્ષા માટે અંડરપાસ, વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ડ્રેનેજ-કલ્વર્ટ અને વર્ષો જૂના કબ્રસ્તાન રોડની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, હાઇવે અધિકારીઓ અને પંચાયતની પ્રત્યક્ષ હાજરીમાં સંયુક્ત સ્થળ તપાસ અને રોડ સેફ્ટી ઓડિટ યોજવાની પણ રજૂઆત કરાઈ છે. રહીશોએ સ્પષ્ટ કર્યું કે તેઓ વિકાસના વિરોધમાં નથી પરંતુ લોકોની સુરક્ષા જરૂરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન અને કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો