મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અંકલેશ્વર: આડા સંબંધની આશંકાએ પત્નીની હત્યા કરનાર ઝડપાયો

સોર્સ: gstv

અંકલેશ્વર જીઆઈડીસીની કાન્હા રેસિડેન્સીમાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. રોજગારી માટે પુણેથી આવેલા નેપાળી દંપતી સિક્યુરિટી રૂમમાં રોકાયા હતા. આ દરમિયાન આડા સંબંધની આશંકા રાખી પતિ ટેક બહાદુર ચંદે તેની પત્નીની નિર્મમ હત્યા કરી નાખી હતી. ઘટના અંગે જાણ થતાં જ જીઆઈડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી. વધુ તપાસના ભાગરૂપે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. હાલ પોલીસે હત્યા પાછળના અન્ય કારણો અને વિગતો મેળવવા કાયદાકીય તપાસ વધુ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો