મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નરેશ દેસાઈએ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો

સોર્સ: gstv

સાંભળતાની સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા

ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે નરેશ દેસાઈએ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વિધિવત પદભાર સંભાળ્યો છે. હેમાંગ જોશીની રાષ્ટ્રીય સ્તરે નિમણૂક બાદ આ જવાબદારી સોંપવામાં આવી હતી. પદગ્રહણ બાદ તેમણે વડાપ્રધાન મોદી, અમિત શાહ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે યુવાનોને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડવા યુવા મોરચો સક્રિય ભૂમિકા ભજવશે. આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે 'Gen Z' આંદોલનના નામે યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. ઉંમર અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ભાજપમાં નિમણૂકનો આધાર ઉંમર નહીં પરંતુ કાર્યનિષ્ઠા છે.

આ સમાચાર શેર કરો