Video: વડોદરાના જીએસએફસી નજીક હિટ એન્ડ રનની ઘટના

વડોદરા શહેરમાં જીએસએફસી નજીક પૂરઝડપે આવી રહેલા ડમ્પરની અડફેટે આવતાં એક્ટિવા ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલકે સ્થળ પર જ દમ તોડ્યો હતો. ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળાં એકઠા થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, બેદરકાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.








