મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: આગામી 7 દિવસમાં ઠંડીનો થોડો ચમકારો વધવાની આગાહી

સોર્સ: gstv

હવામાન વિભાગની આગાહી અનુસાર, 26થી 28 ઓક્ટોબર દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં અને વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે. જોકે, દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. બીજી તરફ, અર્નબ વાવાઝોડું 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે, જેના કારણે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે. રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે નલિયા અને મહુવામાં લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રી તેમજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે.

આ સમાચાર શેર કરો