મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ₹25 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો વળાંક, કસ્ટડીમાંથી ભાગતાં આરોપી પર ફાયરિંગ

અમદાવાદમાં ₹25 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો વળાંક, કસ્ટડીમાંથી ભાગતાં આરોપી પર ફાયરિંગ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રૂ.25 કરોડના હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કેસ માં ઝડપાયેલા મુખ્ય આરોપી કફિલ અહેમદ પર ફાયરિંગ કર્યું છે.

કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં આરોપીને પગમાં ગોળી મારી

પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ વચ્ચે થયેલી તીવ્ર ઝપાઝપી દરમિયાન પોલીસે સ્વબચાવ અને આરોપીને પકડવા માટે તેના પગના ભાગે ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાથી આરોપી ઈજાગ્રસ્ત થયો છે અને તેને તાત્કાલિક સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ નજીક સાંજે બન્યો નાટ્યાત્મક બનાવ

મળતી વિગતો અનુસાર, 25 કરોડના ડ્રગ્સ કેસમાં જેલહવાલે અથવા કસ્ટડીમાં રહેલા મુખ્ય આરોપી કફિલ અહેમદને નિયમિત મેડિકલ તપાસ અને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સાંજે આશરે 4:30 વાગ્યા આસપાસ સાબરમતી રિવરફ્રન્ટ નજીક પહોંચતા જ આરોપી કફિલ અહેમદે પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસ કાફલામાં અફરાતફરી મચી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચના જવાનોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી અને પોલીસ વચ્ચે સામસામે ભારે ઝપાઝપી થઈ હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં અને આરોપીને ભાગતો અટકાવવા માટે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી કફિલના પગમાં વાગી હતી.

આ સમાચાર શેર કરો