મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, વેલ્ડિંગ દરમિયાન 4 કામદારો ખાબક્યા, 2નાં મોત

અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, વેલ્ડિંગ દરમિયાન 4 કામદારો ખાબક્યા, 2નાં મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના સોલા વિસ્તારમાં AMCના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP)માં વેલ્ડિંગની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં વેલ્ડિંગનું કામ કરતાં મજૂર અને સુપરવાઈઝર સહિત 4 લોકો STP પ્લાન્ટમાં પડી ગયા હતા. દુર્ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં બે લોકોનું રેસ્ક્યૂ કરીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અન્ય બે મજૂરોના મોત થઈ ચૂક્યા છે.

સોલા STP પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, સુપરવાઈઝર સહિત 4 ખાબક્યા

ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, 'દુર્ઘટનાને લઈને અમને આવેલા કોલ બાદ તરત જ ફાયરની ટીમ રેસ્ક્યૂ માટે દોડતી કરી દેવાઈ હતી. સોલામાં ડ્રેનેજ પંપિંગ સ્ટેશન મેઇન રોડ પર આ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં HNB એજન્સી નામની કંપનીના ચાર વર્કર સોલા STP પ્લાનમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ગેસ બનવાના કારણે વેલ્ડિંગ વર્કર બેભાન થઈ ગયા હતા અને સીધા પ્લાન્ટની અંદર પડી ગયા હતા. જેમાંથી 2 માણસોને સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.' બીજા બે વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી હતી.

દુર્ઘટનાનો ભોગ બનેલના નામ

મનોજ સાઈડ ઇન્ચાર્જ
અભિષેક વોલ્ડિંગ વર્કર
રૂપેશ 
નિલેશ ગાડી ડ્રાઈવર

આ સમાચાર શેર કરો